ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પરની હોટલ પર કન્ટેનરના 4 ટાયરની ચોરી, પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર હાઇવે પર આવેલ સિલ્વર ગેટ હોટલ પાસે કન્ટેનર ચાલકે 13 પૈકી 4 ટાયરો સાથે ડિશ મળી કુલ 70 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયો..

New Update
Tyre Stolen
અંકલેશ્વર હાઇવે પર આવેલ સિલ્વર ગેટ હોટલ પાસે કન્ટેનર ચાલકે 13 પૈકી 4 ટાયરો સાથે ડિશ મળી કુલ 70 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. મહારાષ્ટ્રના યાદવ ટ્રાન્સપોર્ટનું કન્ટેનર લઈ ચાલક ઇર્ષાદખાન વસીમખાન વડોદરાથી બેંગ્લોર ખાતે દાણા ભરી નીકળ્યો હતો.તે દરમિયાન તેણે અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ સિલ્વર ગેટ હોટલ પાસે અન્ય ઈસમો સાથે મળી કન્ટેનરના 13 પૈકી ચાર ટાયર અને ડિશ મળી કુલ 70 હજારના મુદ્દામાલની ચોરી કરી કન્ટેનર વલસાડની હદમાં મૂકી ફરાર થઇ ગયો હતો.
ચોરી અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં કન્ટેનરમાંથી ટાયર ચોરીની ઘટના હોટલમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.