New Update
-
આજે તા.14મી એપ્રિલ
-
ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ
-
ભરૂચમાં યોજાયા કાર્યક્રમો
-
બાબા સાહેબને પુષ્પાંજલી અર્પણ કરાય
-
મોટી સંખ્યામાં કાર્યક્રમો જોડાયા
ભારતના બંધારણના ઘડવૈયા અને મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા
ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજરોજ જન્મ જયંતી નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચમાં ભાજપ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા.
તો બીજી તરફ બામસેફ અને ઇન્સાફ સહિતના સંગઠનો દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.સામાજિક આગેવાનો અને કાર્યકરોએ પણ ડો.બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Latest Stories