New Update
ભરૂચમાં આવેલું છે ઈદગાહ મેદાન
ઇદગાહ આગળની જમીનનો વિવાદ
કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
જામીન ટ્રસ્ટને પરત કરવા કરાય માંગ
મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા
ભરૂચની ઇદગાહ આગળની જમીનમાં ઓવરહેડ ટાંકી અને પંપ રૂમ બનાવવા પાલિકાને જગ્યા ફાળવાઈ હતી. જે સામે સોમવારે ઇદગાહ ટ્રસ્ટ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભરૂચ સમસ્ત મુસ્લિમ સમાજ અને ઇદગાહ ટ્રસ્ટ દ્વારા કલેકટરને આપાયેલા આવેદનમાં રજુઆત કરાઈ હતી કે, ઐતિહાસિક ઇદગાહ આગળનું મેદાન જેનો નંબર 1506 તે જમીન 1952 થી 1971 સુધી ટ્રસ્ટની હતી. જે બાદ 1972 માં રી સર્વેમાં જમીન જે તે સમયના ટ્રસ્ટીઓને જાણ કર્યા વગર શ્રી સરકાર કરી દેવામાં આવી હતી.જિલ્લા કલેકટર દ્વારા આ જમીન પાલિકાને ઓવરહેડ ટાંકી અને પંપ રૂમ બનાવવા બરોબર હુકમ કરી ફાળવી દીધી હોવાનો ટ્રસ્ટી યુસુફ વૈદ અને અબરાર હુસેન સુજનીવાલાએ આક્ષેપ કર્યો હતો. જેને લઈ મુસ્લિમ સમાજની લાગણી દુભાઇ છે. સાથે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ શકે છે. જેને ધ્યાને લઇ ઇદગાહ સામેની આ જમીન ટ્રસ્ટને પરત કરવા માંગણી કરાઈ છે. પાલિકાને આપેલ જગ્યા પર રોક લગાવી જમીન પરત નહિ અપાઈ તો હાઇકોર્ટમાં જવા અને આંદોલન છેડવાની પણ ચીમકી અપાઈ છે.
Latest Stories