New Update
/connect-gujarat/media/media_files/2025/04/06/H9GqXtt4O9vGIG186czk.jpg)
ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર વાલિયા નેત્રંગ અને ઝઘડિયા બાદ હવે શહેરી વિસ્તાર નજીક આવેલા ગામોમાં પણ દીપડાના આંટાફેરા વધ્યા છે.
ભરૂચ તાલુકાના ઝનોર અને સિંધોત ગામે દીપડો નજરે પડતાં ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી.વન વિભાગ દ્વારા બંન્ને ગામમાં પાંજરા મુકવામાં આવ્યા હતા જેમાં બે દીપડા આબાદ કેદ થઈ ગયા હતા.આ અંગેની જાણ થતાની સાથે જ વન વિભાગનો કાફલો પહોંચ્યો હતો અને દીપડાને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. બન્ને ગામમાંથી દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.
Latest Stories