ભરૂચ : વાગરાના પાણીયાદરા ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, બે વ્યક્તિના મોત

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાણીયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બે વ્યક્તિઓના ઘટના.સ્થળ પર મોત નિપજ્યા

New Update
accident bharch

accident bharch Photograph: (accident bharch)

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાણીયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બે વ્યક્તિઓના ઘટના.સ્થળ પર મોત નિપજ્યા છે.દહેજ પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લામાં શિયાળાની શીત લહેર ચાલી રહી છે.  ત્યારે આજે વહેલી સવારના વાગરા તાલુકાના પણીયાદરા ગામ નજીકથી એક મોટર સાયકલ પર બે વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા.આ સમય દરમિયાન એક ડમ્પરના ચાલકે મોટર સાયકલ ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા.જેમાં બંનેને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.આ સમયે ત્યાથી પસાર થતા લોકો દોડી આવ્યા હતાં.ઘટનાની જાણ દહેજ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક દોડી આવી સ્થળ પરથી બંને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.જોકે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી છે.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.