ભરૂચ : કરૂણા અભિયાન અંતર્ગત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા સેવાયજ્ઞ

ઘાયલ પક્ષીઓની સારવાર કરી તેનો જીવ બચાવી શકાય તે માટે 10 કંટ્રોલરૂમ,19 કલેકશન સેન્ટર તેમજ ઘાયલ થયેલા પક્ષીઓ માટે 12 સારવાર કેન્દ્ર 10 કાર્યરત કરાયા

New Update
  • અબોલ જીવોની સેવાનો યજ્ઞ

  • સાર્થક ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયુ સારવાર કેન્દ્ર

  • સ્વૈચ્છીક સંસ્થાઓનો મળ્યો વનવિભાગને સહયોગ

  • સેવાકીય યુવાનો મેડિકલ કીટ સાથે સજ્જ  

  • સુરક્ષિત રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણીની કરાઈ અપીલ

ભરૂચ શહેર તેમજ જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં પતંગના ઘાતક દોરાથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા સેવાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. ભરૂચ શહેર જિલ્લામાં મકરસંક્રાંતિના દિવસે પતંગના ઘાતક દોરાના કારણે પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે.

ત્યારે જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરી તેનો જીવ બચાવી શકાય તે માટે10કંટ્રોલરૂમ,19કલેકશન સેન્ટર તેમજ ઘાયલ થયેલા પક્ષીઓ માટે12સારવાર કેન્દ્ર10જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી વનવિભાગ દ્વારા કાર્યરત કરાયા હતા.

છેલ્લા પંદર વર્ષથી જીવદયા ક્ષેત્રે કાર્યરત સાર્થક ફાઉન્ડેશન દ્વારા ભરૂચના ચકલા વિસ્તારમાં અબોલ પશુ પક્ષીઓ માટે ઉતરાયણ નિમિતે સારવાર કેન્દ્ર કાર્યરત કરાયું હતું.જેમાં સારવાર માટે કાર્યકરો દવા સાથે  હાજર જોવા મળતા હતા.સાર્થક ફાઉન્ડેશનના હેતલ શાહે સુરક્ષિત રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે અપીલ કરી હતી.

Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.