New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
ભોલાવ એસ.ટી.ડેપો ખાતે યોજાયો કાર્યક્રમ
પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપાણ કરાયુ
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
સાફ સફાઈ પણ કરવામાં આવી
ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા વડાપ્રધાન જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવાકીય કાર્યક્રમો હાથ ધરાયા હતા જે અંતર્ગત આજરોજ વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો હતો.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા પણ પંદર દિવસીય વિશિષ્ટ કાર્યક્રમોની શ્રેણી હાથ ધરવામાં આવી હતી.આ કાર્યક્રમોમાં મેડિકલ ચેકઅપ કેમ્પ, સ્વચ્છતા અંગેની જાગૃતિ માટેની રેલીઓ, વૃક્ષારોપણ, તેમજ સ્વચ્છતા અભિયાન સહિત અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ભરૂચ ભોલાવ સ્થિત એસ.ટી. ડેપો ખાતે વિભાગીય નિયામક આર.પી. શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા તથા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. તેઓએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો અને સાથે સાથે એસ.ટી. ડેપો પર સ્વચ્છતા અભિયાનમાં પણ સહભાગી થયા હતા.
Latest Stories