New Update
-
સંસદમાં યુનિયન બજેટ રજૂ
-
નાંણા પ્રધાન નિર્મલા સિતારામણે બજેટ રજૂ કર્યું
-
ભરૂચ જિલ્લામાં બજેટને મળ્યો આવકાર
-
અર્થશાસ્ત્રીઓએ બજેટને આવકાર્યું
-
ઉદ્યોગપતિઓ બજેટને રાહત આપનારું ગણાવ્યું
આજરોજ સંસદમાં રજૂ થયેલા દેશના સામાન્ય બજેટને ભરૂચ અને અંકલેશ્વરમાં સારો આવકાર સાંપડી રહ્યો છે આ બજેટને અર્થશાસ્ત્રીઓ રાહત આપનારું ગણાવી રહ્યા છે
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આજરોજ સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટને ભરૂચ જિલ્લામાં સારો પ્રતિસાદ સાંભળી રહ્યો છે. ઇકોનોમિસ્ટ અને ઉદ્યોગપતિઓ દ્વારા બજેટને આવકાર આપવામાં આવ્યો છે.નિર્મલા સીતારમણના બજેટમાં આવકવેરા ભરનારાઓને મોટી રાહત મળી છે. હવે નોકરી કરતા લોકો જો નવી કર વ્યવસ્થા પસંદ કરશે તો તેમણે ₹12.75 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.આ અંગે ભરૂચના સી.એ.સાગરમલ પારીકે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી મધ્યમવર્ગને મોટી રાહત સાંપડશે.આ ઉપરાંત કૃષિ અને સ્કિલ ડેવલપમેન્ટ અંગે પણ સારી જાહેરાત કરવામાં આવી છે જેનાથી ભારતનું અર્થતંત્ર વેગવાન બનશે
આ તરફ આ બજેટને અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ પણ આવકારી રહ્યા છે નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં ઉદ્યોગો માટે MSME માટે લોન ગેરંટી મર્યાદા 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવશે,સોશિયલ વેલ્ફેર સરચાર્જ દૂર કરવાનો પ્રસ્તાવ,7 ટેરિફ દરો દૂર કરવામાં આવશે. હવે દેશમાં ફક્ત 8 ટેરિફ દર જ રહેશે.,ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ટિયર-2 શહેરોમાં બનાવવામાં આવશે,દેશને રમકડાં ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે રાષ્ટ્રીય યોજના બનાવાશે અને નવી લેધર યોજના 22 લાખ લોકોને રોજગારી પૂરી પાડશે સહિતની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ઉદ્યોગપતિઓ બજેટને રાહત આપનારું ગણાવી રહ્યા છે.
Latest Stories