ભરૂચ: નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા સત્તાપક્ષ સામે ગેરરીતિના આક્ષેપથી ખળભળાટ

ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા મળી હતી,જેમાં વિરોધપક્ષના નેતા દ્વારા ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા હતા.સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે બોલાચાલી બાદ આખરે 27 વિકાસલક્ષી કામો પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

New Update

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી 

વિપક્ષ દ્વારા સત્તાપક્ષ પર કરવામાં આવ્યા ગંભીર આક્ષેપ 

14માં નાણાપંચની ગ્રાન્ટ સંદર્ભે વિપક્ષે કર્યા આક્ષેપ 

સત્તાપક્ષે વિપક્ષના આક્ષેપોને આપ્યો રદિયો 

બહુમતીના જોરે 27 વિકાસલક્ષી કામોને અપાઈ મંજૂરી  

ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા મળી હતી,જેમાં વિરોધપક્ષના નેતા દ્વારા ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા હતા.સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે બોલાચાલી બાદ આખરે 27 વિકાસલક્ષી કામો પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે સન્માન સભા મળી હતી,સામાન્ય સભા શરૂ થતાંની સાથે જ વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો શાબ્દિક મારો શરૂ થયો હતો,અને પાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ દ્વારા સત્તાપક્ષ પર 14માં નાણાંપંચની ગ્રાન્ટ અગાઉ મંજુર થઇ હતી.પરંતુ સત્તાપક્ષ દ્વારા એ ગ્રાન્ટનો ઉપયોગ ડોર ટુ ડોર યોજનામાં નાણાં ચૂકવવામાં કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ તેઓએ કર્યા હતા.
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે સર્જાયેલી શાબ્દિક ટપાટપી બાદ આખરે બહુમતીના જોરે 27 જેટલા વિકાસલક્ષી કામોને મંજુર કરવામાં આવ્યા હતા,અને પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ દ્વારા વિપક્ષના આક્ષેપોને નકારી કાઢવામાં આવ્યા હતા.
#Bharuch #Congress #CGNews #Meeting #BJP #Nagar palika
Here are a few more articles:
Read the Next Article