New Update
ભરૂચમાં તુવેરની ખરીદીનો પ્રારંભ કરાયો
વાલિયા APMC દ્વારા પ્રારંભ કરાયો
ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ
ખેડૂતોમાં ખુશીનો માહોલ
અત્યાર સુધી 49830 કવિન્ટલ તુવેરની કરાય ખરીદી
ભરૂચની વાલિયા એપીએમસીમાં ટેકાના ભાવે અત્યાર સુધી 49830 ક્વિન્ટલ તુવેરની ખરીદી કરવામાં આવી હતી.ટેકાના ભાવે તુવેરની ખરીદી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
ભરૂચ જિલ્લામાં તુવેરના મબલખ પાકનું ઉત્પાદન થયુ છે. ખેડૂતોને તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પી.એસ.એસ. સ્કીમ અંતર્ગત આ વર્ષે ખરીફ સિઝન વર્ષ 2024-2025માં તુવેરના પાક માટે 7550 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ એમએસપીમાં જાહેર કર્યા છે.
જે સંદર્ભે ભરૂચ જિલ્લામાં એનસીસીએફ અને કોન્સ્ટ્રોરાયમ પ્રાઇવેટ કંપની લિમિટેડના માધ્યમથી એપીએમસી વાલીયા અને સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે.તારીખ-5 એપ્રિલથી 1મી મેં સુધીમાં 1814 ખેડૂતોની 49830 ક્વિન્ટલ તુવેરની ખરીદી કરવામાં આવી હતી.
Latest Stories