ભરૂચ: વાલિયા પોલીસે વાગલખોડ ગામે આંક-ફરકનો જુગાર રમાડતા આરોપીની કરી ધરપકડ, રૂ.53 હજારનો મુદ્દામાલ જપ્ત

ભરૂચના વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર એમ.બી.તોમરની સુચના તથા માર્ગદર્શન આધારે અલગ અલગ ટીમો બનાવી વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી દારૂ-જુગારીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા

New Update
aaa

વાલિયા પોલીસે વાગલખોડ ગામે આંક-ફરકનો જુગાર રમાડતા આરોપીની કરી ધરપકડ

Advertisment
ભરૂચના વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર એમ.બી.તોમરની સુચના તથા માર્ગદર્શન આધારે અલગ અલગ ટીમો બનાવી વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી દારૂ-જુગારીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જે અંતર્ગત પોલીસકર્મીઓ બાતમી મળી હતી કે વાગલખોડ ગામે આંગણવાડી ફળીયામાં રહેતો રણજીતભાઇ બાલુભાઇ વસાવા આંક ફરકના આંકડા લખી જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડતા આંક ફરકના આંકડા લખતો આરોપી રણજિત વસાવા ઝડપાઇ ગયો હતો.પોલીસે તેની પાસેથી મોબાઈલ,બાઈક અને રોકડ મળી કુલ રૂપિયા 53,735નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Latest Stories