ભરૂચ: વિશ્વ કલા દિવસ નિમિત્તે સંસ્કાર વિદ્યાભવનમાં વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરાયુ, વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ભરૂચમાં વિશ્વ કલા દિવસ ના અવસરે, સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન માં વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.

New Update

ભરૂચમાં વિશ્વ કલા દિવસ ના અવસરે, સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન માં વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.

publive-image
વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત કલા શૈલીઓનું સુંદર પ્રદર્શન કર્યું, જેમાં વર્લી ,મધુબની, અને કલમકારી જેવી લોકકલા શૈલીઓનો સમાવેશ થયો.વિદ્યાર્થીઓએ શાળાના દિવાલો પર આ લોકકલા શૈલીઓ દ્વારા ચિત્રાંકન કર્યું, જેમાં દરેક ચિત્રમાં તેમની સર્જનાત્મકતા અને ભારતીય કલા પરંપરાઓ પ્રત્યેનો ગૌરવ સ્પષ્ટ જોવા મળ્યો. આ પ્રવૃત્તિ દ્વારા શાળાના પરિસરમાં કલાત્મક વાતાવરણ સર્જાયું અને વિદ્યાર્થીઓમાં કલા પ્રત્યેનો રસ અને સંસ્કૃતિ પ્રત્યેનો અભિમાન વધારવામાં સહાયક બન્યું.આ ઉજવણીમાં શાળાના શિક્ષકો અને સંચાલકોની પણ સક્રિય ભાગીદારી રહી હતી
Latest Stories