New Update
/connect-gujarat/media/media_files/2024/11/14/YKz7OF2d2NCUvorQ9QJG.jpg)
ભરૂચની SMCP સંસ્કાર વિદ્યાભવનમાં બાળ દિવસની ઉજવણી ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.શિક્ષકોએ વિદ્યાર્થીઓ માટે એક યાદગાર દિવસનું આયોજન કર્યું હતું. વર્ગખંડો અને શાળા પરિસરને રંગબેરંગી ફુગ્ગાઓ, સ્ટ્રીમર્સ અને પોસ્ટરોથી સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા.
/connect-gujarat/media/media_files/2024/11/14/YBqo3WJMJHsJypeoYwP7.jpg)
શિક્ષકોએ પરંપરાગત રમતોનું પણ પ્રદર્શન કર્યું હતું સાથે જ શિક્ષકો દ્વારા ફેશન શો પણ રજૂ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત સંગીતમય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય શૈલજા સિંઘ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો..