ભરૂચ: જંબુસર APMCની ચૂંટણીમાં પૂર્વમંત્રીના પુત્રનો વિજય, ભાજપે જાહેર કરેલ ઉમેદવારની હાર !

ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસર એપીએમસીમાં ભાજપમાં જ બળવાની સ્થિતિનું નિર્માણ થયું છે. એપીએમસીમાં ચેરમેનપદ માટે અઢી વર્ષની ટર્મ પુરી થતાં શુક્રવારે ચૂંટણી યોજવામાં આવી હતી

author-image
By Connect Gujarat
New Update

ભરૂચની જંબુસર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિના ચેરમેનપદની ચૂંટણીમાં ઇફકો વાળી થઇ છે. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડી રહેલાં ઉમેદવારનો જ પરાજય થયો છે. 

ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસર એપીએમસીમાં ભાજપમાં જ બળવાની સ્થિતિનું નિર્માણ થયું છે. APMCમાં ચેરમેનપદ માટે અઢી વર્ષની ટર્મ પુરી થતાં શુક્રવારે ચૂંટણી યોજવામાં આવી હતી. એપીએમસીમાં સત્તાધારી ભાજપ તરફથી આગામી ચેરમેને તરીકે ભુપેન્દ્રસિંહ રાઠોડના નામનું મેન્ડેડ આપવામાં આવ્યું હતું. પક્ષના સત્તાવાર ઉમેદવારની સામે વર્તમાન ચેરમેન અને પૂર્વ મંત્રી છત્રસિંહ મોરીના દીકરા વનરાજસિંહ મોરીએ ઉમેદવારી કરી સૌને ચોંકાવી દીધા હતાં.
ચૂૂંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રાર પરેશ કણકોટીયાની હાજરીમાં મતદાન કરાવવામાં આવતાં ભુપેન્દ્રસિંહ રાઠોડને 4 જયારે વનરાજસિંહ મોરીને 15 મત મળતાં તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. જંબુસર એપીએમસીમાં બનેલી ઘટનાથી તાજેતરમાં ઇફકોની ચૂંટણીમાં બનેલી ઘટના તાજી થઇ હતી.આ અંગે વનરાજસિંહ મોરીએ જણાવ્યું હતું કે અમે બધા ભાજપના જ છીએ ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારની હાર જેવું કઇ નથી. અમે બધા ભાજપના જ છીએ. બધા ડીરેકટરોએ મને મત આપી ફરી વખત ચેરમેન બનાવ્યો છે. અમારા એપીએમસીમાં ઇફકો જેવું થયું તેવું ન કહી શકાય. 
Read the Next Article

અંકલેશ્વર: તાલુકા પોલીસે ચોરીના મોબાઈલ વેચવા જતા 2 આરોપીઓની કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા..

New Update
stolen mobile phones
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી રોડ ઉપર રાજ હોમ્સ સોસાયટી પાસેથી ચોરીના મોબાઈલ ફોન વેચાવ ફરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મીનટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલ જીતાલી રોડ ઉપર આવેલ રાજ હોમ્સ સોસાયટી પાસે ચોરીના મોબાઈલ ફોન વેચાણ માટે આંટા ફેરા કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
જેઓને મોબાઈલ ફોન અંગેના પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આવતા પોલીસે મૂળ યુપી અને હાલ જીતાલીની સિલ્વર સોસાયટીમાં રહેતો મીનટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલને ઝડપી પાડ્યો હતો.અને ચાર ફોન મળી કુલ 25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.