ભરૂચ: લખીગામના ગ્રામજનોએ MLA અરૂણસિંહ રણાને સાથે રાખી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ગામના જી.આઇ.ડી.સી. સાથેના કેટલાક પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ છે જેમાં ગૌચરની જમીન,પ્લોટ,લેન્ડ લુઝર્સ અને વળતરના પ્રશ્નોનો સમાવેશ થાય છે.આ તમામ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવાની માંગ કરાય

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • વાગરાના લખીગામના ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું

  • ધારાસભ્ય અરૂણસિંહ રણા પણ ગ્રામજનો સાથે જોડાયા

  • જીઆઇડીસી સાથેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ

  • લેન્ડ લુઝર્સ અને ગૌ ચરની જમીન સહિતના પ્રશ્નો

Advertisment
ભરૂચના વાગરા તાલુકાના લખી ગામના ગ્રામજનોએ ધારાસભ્ય અરુણસિંહ રણા સાથે વિવિધ પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભરૂચના લખી ગામના ગ્રામજનો દ્વારા આજરોજ વિવિધ પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી..
જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા પણ જોડાયા હતા અને ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેકટરને રજૂઆત કરી હતી.ગામના જી.આઇ.ડી.સી. સાથેના કેટલાક પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ છે જેમાં ગૌચરની જમીન,પ્લોટ,લેન્ડ લુઝર્સ અને વળતરના પ્રશ્નોનો સમાવેશ થાય છે.આ તમામ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવાની માંગ કરાય છે.
Latest Stories