New Update
ભરૂચના ઝાડેશ્વરની 3 ટીપી સ્કીમમાં ઓનર્સ મિટિંગ મળી
બૌડાએ જમીન માલિકોના વાંધા, સૂચનો મેળવી નકશાઓ રજુ કર્યા
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ સામે 40 ટકા કપાતને લઈ વિરોધ
છ જેટલી માંગો સ્વિકારાય તો ટાઉન પ્લાનિંગ સ્કીમ આવકાર્યનો ગ્રામજનોનો સુર
વિરોધના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ભરૂચ - અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડાની રચનાના 13 વર્ષ બાદ આજે ઝાડેશ્વરની 18 સી સ્કીમના સૂચિત મુસદા માટે મળેલી બીજી ઓનર્સ મીટીંગમાં પણ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલાપમેન્ટ ઓથોરિટીટી.બૌડા દ્વારા ટાઉન પ્લાનિંગમાં અગાઉ ઝાડેશ્વરની 18 એ અને બી બે સ્કીમની ઓનર્સ મિટિંગ દોઢ વર્ષ પહેલા યોજાઇ હતી. ત્યારબાદ આજે 18 સી ની ઓનસ મિટિંગ ઝાડેશ્વર પાટીદાર પંચની વાડીમાં મળી.ઝાડેશ્વર ની 3 ટી પી સ્કીમ આવવાથી લોકોને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ સુવિધા સાથે પોહળા રસ્તા, ડ્રેનેજ, પીવાનું પાણી, બગીચા, શાળા, હોસ્પિટલો મળશે.
બૌડાના મુખ્ય કારોબારી અધિકારી કે બીજા કોઈ મુખ્ય અધિકારીઓની ગેરહાજરીમાં જ ઓનસ મિટિંગ યોજાઇ. જેમાં વિરોધ વંટોળ ઉઠતા પોલીસ બંદોબસ્ત ખડકાતા મામલો થાળે પડ્યો. જોકે 40 ટકા કપાતને લઈ ખેડૂતો અને જમીન માલિકોમાં આંતરિક કચવાટ જોવા મળ્યો. ગ્રામજનો અને ખેડૂતોમાં ટીપી સ્કીમને લઈ ભાગલા જોવા મળ્યા. છ માંગણીઓ સંતોષાય તો ટીપી સ્કીમ આવકાર્યનો સુર ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો.
Latest Stories