ભરૂચ: પર્યાવરણ સંરક્ષણ માટે મુંબઈથી 1200 કિમીની પદયાત્રાએ નીકળેલા સાહસિક વિરાગ મધુમાલતીનું સ્વાગત કરાયું

મુંબઈથી પર્યાવરણના સંરક્ષણ માટે 1200 કિમીની પદયાત્રા કરનાર સાહસિક યુવાન વિરાગ ભરૂચ આવી પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

New Update

પર્યાવરણ સંરક્ષણ માટે સાહસિક યુવાનની પદયાત્રા
મુંબઈ થી શરુ કરી 1200 કિમી ની પદયાત્રા
મુંબઈથી નકોડા સુધીની કરશે પદયાત્રા
પદયાત્રી ભરૂચ આવી પહોંચતા કરાયું સ્વાગત
વિરાગ 14 વર્ષથી પર્યાવરણ સંરક્ષણ માટે છે કાર્યરત

મુંબઈથી પર્યાવરણના સંરક્ષણ માટે 1200 કિમીની પદયાત્રા કરનાર સાહસિક યુવાન વિરાગ ભરૂચ આવી પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ સંરક્ષણ માટે મુંબઈથી 1200 કિમીની પદયાત્રાએ નીકળેલા વિરાગ મધુમાલતી ભરૂચ આવી પહોંચતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા તથા સાયકલિસ્ટ અને મેરેથોન રનર કનિષ્ક વાઘેલા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિરાગ મધુમાલતી અને તેમની ટીમે 15 સપ્ટેમ્બર, 2024ના રોજ નવી મુંબઈથી નાકોડાજી સુધીની 1200 કિમીની પગપાળા યાત્રા શરૂ કરી છે.લગભગ 480 કિમીનું અંતર કાપ્યા પછી આ ગ્રુપ 21મી ઓક્ટોબર 2024ના રોજ ભરૂચ આવી પહોંચતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા તથા સાયકલીસ્ટ અને મેરેથોન રનર કનિષ્ક વાઘેલા દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.વિરાગ તેની ગ્રીન વોકેથોન દરમિયાન,ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ન કરવા,પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવી રહ્યા છે.અને તેઓ વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ પણ કરી રહ્યા છે અને લોકોને છોડની સંભાળ રાખવા માટે પ્રેરિત કરી રહ્યા છે.સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ, આશ્રમ શાળા, તપોવન શાળા, સરસ્વતી શાળા, આરએમપીએસ શાળા વગેરેની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.વિરાગ મધુમાલતી છેલ્લા 14 વર્ષથી પર્યાવરણ સંરક્ષણ માટે કાર્ય કરે છે.વધુમાં વિરાગ એક પ્રખ્યાત સંગીતકાર પણ છે,અને પાંચ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે, મુંબઈથી નાકોડાજી સુધીની તેમની 1200 કિમીની મુસાફરીનો ઉદ્દેશ્ય 100,000 વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે પર્યાવરણ સંરક્ષણ વિશે જનજાગૃતિ વધારવાનો છે.

Latest Stories