ભરૂચ : પાલિકા ખાતે વોર્ડ નંબર 9 રહીશોનું જર્જરિત નાળા અંગે હલ્લાબોલ.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદ પૂરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થતાં સ્થાનિકો દ્વારા પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી.

New Update

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદ પૂરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થતાં સ્થાનિકો દ્વારા પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદ પૂરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થવા સાથે સફાઈ પણ કરવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પાલિકા કચેરીએ હલ્લા બોલ કરી વિપક્ષી સભ્યો સાથે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી.ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગ પર બી ડિવિઝન પોલીસ મથક પાસે આવેલ નાળુ જર્જરિત હોવા સાથે નાનું પણ છે.

તેમજ સફાઈ પણ થતી ન હોવાથી લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જવા જેવી સમસ્યા થઈ રહી છે.જે મુદ્દે રહીશોની રજૂઆત બાદ પણ કોઈ કામગીરી નહિ કરવાંમાં આવતા અંતે આ મુદ્દે રહીશો એ પાલિકા કચેરી ખાતે હલ્લા બોલ કર્યું હતું. ત્યાં ઉપસ્થિત વિપક્ષી નેતા સમશાદ અલી સૈયદ,દંડક હેમેન્દ્ર  પ્રજાપતિ સહિત ના વિપક્ષી સભ્યોને પણ સાથે લઈ પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી સમસ્યાના નિવારણ માટે રજૂઆત કરી હતી.

Latest Stories