-
શહેરમાં ભરશિયાળે સ્થાનિકોમાં ઉઠ્યો પાણીનો પોકાર
-
સોનેરી મહેલથી એદ્રુસ રોડ વિસ્તારમાં પાણીની સમસ્યા
-
પાણીની સમસ્યા મામલે પાલિકા વિપક્ષ નેતાને રજૂઆત
-
પાલિકા વિપક્ષ નેતાએ વિસ્તારના લોકોની મુલાકાત લીધી
-
વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા હૈયા ધારણાં આપી
ભરૂચ શહેરના સોનેરી મહેલથી એદ્રુસ રોડ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઉદભાવતા સ્થાનિકોએ પાલિકા વિપક્ષના નેતાને રજૂઆત કરી હતી.
ભરૂચ શહેરના સોનેરી મહેલથી એદ્રુસ રોડ વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા છેલ્લા 10 દિવસથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પીવાના પાણીની સમસ્યા ઉદભાવતા સ્થાનિકોએ પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદને રજૂઆત કરી હતી. આ અંગે જાણ થતાં જ પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સ્થળ પર દોડી આવ્યા હતા, અને સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત પાલિકા દ્વારા ચાલી રહેલી કામગીરીની માહિતી મેળવવા સાથે આ અંગે વોટર વર્ક્સના અધિકારી સાથે ચર્ચા કરી વહેલામાં વહેલી તકે સમસ્યાનું કાયમી નિવારણ લાવવા હૈયા ધારણાં આપી હતી.