ભરૂચ મહિલા પોલીસ દ્વારા બિહાર રાજ્યમાં 11 વર્ષથી વોન્ટેડ મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી,સ્ત્રી સાથે ક્રૂરતા,મારામારી,ધાકધમકી સહિત દહેજ ધારા મુજબ આરોપી સામે ગુન્હો દર્જ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ મહિલા પોલીસ મથકની ટીમ દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે,જેમાં બિહાર રાજ્યમાં છેલ્લા 11 વર્ષથી વોન્ટેડ આરોપી અર્ચના સુરેશભાઈ યાદવને ઝડપી લેવામાં મહિલા પોલીસની ટીમને સફળતા પ્રાપ્ત થઇ હતી,જાણવા મળ્યા મુજબ બિહાર રાજ્યમાં સ્ત્રી સાથે ક્રુરતા,મારામારી,ધાકધમકી સહિત દહેજ ધારાની કલમ મુજબ આરોપી મહિલા અર્ચના યાદવ સામે ગુન્હો નોંધાયો હતો,પરંતુ તે 11 વર્ષથી પોલીસ વોન્ટેડ હતી,જોકે ભરૂચ મહિલા પોલીસે ભરૂચના ઓસારા રોડ પાસેથી અર્ચના યાદવની ધરપકડ કરી હતી.