New Update
/connect-gujarat/media/media_files/2025/06/05/Dc8M2gYvrmTlnyIA9yAR.jpeg)
ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વાલિયા તાલુકાના પુસ્તકાલય ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ,મામલતદાર શ્રદ્ધાબેન નાઈક,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા,વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા,ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ,પૂર્વ સરપંચ મહેશ વસાવા,વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા મળી હતી.
તો વાલિયા તાલુકાના ચમારીયા ગામ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ ગ્રામ સભા મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.સાથે સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉત્પાદનને પ્રોત્સાહ આપવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્તિ અંગે પૂર્વ પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતાં
Latest Stories