ભરૂચ: જંબુસરના સ્વરાજ ભવન ખાતે વિશ્વ યોગ દિવસની કરાય ઉજવણી, યોગ-પ્રાણાયમ થકી નિરોગી રહેવા કરાયા પ્રયાસ

ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા હતા

New Update
  • આજે વિશ્વ યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી

  • જંબુસરમાં પણ ઉજવણી કરવામાં આવી

  • સ્વરાજ ભવન ખાતે કરાયુ આયોજન

  • મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • આગેવાનોએ પણ કર્યા યોગ

ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા હતા
21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઠેરે ઠેર કરવામાં આવે છે ત્યારે ભરૂચના જંબુસર નગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જંબુસર સ્વરાજ ભવન ખાતે કરવામાં આવી હતી. યોગ દિવસની ઉજવણીમાં મામલતદાર એન.એસ. વસાવા, નાયબ મામલતદાર પુરવઠા દર્શના પરમાર, ચીફ ઓફિસર જયદીપ ચૌધરી, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિતના આગેવાનો,કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.યોગ ટ્રેનર તરીકે ભર્તુહરી જાદવે યોગ અંગે સવિસ્તાર માહિતી આપી યોગથી થતા ફાયદા જણાવી યોગાસનો, પ્રાણાયામ કરાવ્યા હતા અને ભારતીય સંસ્કૃતિની ધરોહર જાળવી રાખવા યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી. 
Latest Stories