New Update
ભરૂચના નંદેલાવ રોડનો બનાવ
રેલવે કમ્પાઉન્ડમાં યુવાને કર્યો આપઘાત
વૃક્ષ સાથે ગળેફાંસો લગાવી આપઘાત કર્યો
આપઘાત પાછળનું રહસ્ય અકબંધ
એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી
ભરૂચના નંદેલાવ રોડ પર રેલવે કમ્પાઉન્ડમાં યુવાને વૃક્ષ સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ શહેરમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. નંદેલાવ માર્ગ પર આવેલી આશ્રય સોસાયટીની સામે આવેલ રેલવે કંપાઉન્ડની અંદર એક અજાણ્યા વ્યક્તિએ વૃક્ષની ડાળી સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ મૃતકની ઓળખ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.યુવાનના અંતિમ વાદી પગલા પાછળનું કારણ તેની ઓળખ બાદ જ બહાર આવી શકશે.
Latest Stories