New Update
/connect-gujarat/media/media_files/2024/12/08/3bqiGRnCoZGPqZVNJp1l.png)
ભરૂચના જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં યુવાને ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના જંબુસરના ખાનપુરી ભાગોળ નવીનગરી વિસ્તારમાં રહેતા યુવાન સાગર ઈશ્વરભાઈ માછીએ તેના ઘરે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી. જંબુસર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક યુવાનના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. યુવાને અંતિમવાદી પગલું શા માટે ભર્યું તે જાણવા મળી શક્યું નથી ત્યારે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે