/connect-gujarat/media/media_files/2025/03/22/KpLcVDzalEwo2mvbSiAO.jpeg)
ભરૂચના ઝઘડીયા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર એન.આર.ચૌધરીને બાતમી મળી હતી કે ઝઘડીયાના ઝમઝમ એપાર્ટમેન્ટના ત્રીજા માળે મકાન નં. ૩૦૧ મા રહેતો ફારૂક રહીમ શેખ પોતાના ઘરે બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે
જેના આધારે પોલીસે દરોડા પાડતા જુગાર રમતા 7 ઈસમો રંગેહાથ ઝડપાય ગયા હતા.પોલીસે ફારૂક રહીમ શેખ રહે ૩૦૧, ઝમઝમ એપાર્ટમેન્ટ, ઝઘડીયા, મીલનભાઇ નિલકંઠ શર્મા રહે. મ.નં. ૧૮, યોગેશ્વર નગર, અંદાડા અંકલેશ્વર , વિક્રમભાઇ ઉદેસીંગભાઇ સિંધા રહે. ઝાડેશ્વર રોડ અલખનંદા સોસાયટી મ.નં. ૫૮૯, ફીરોઝભાઇ કાસમભાઈ ગરાસીયા (મુસ્લીમ) રહે.
ગોકુળ નગર, ખારીયા રોડ, ઝઘડીયા, મુસ્તાક કરીમભાઇ જાતે મંસુરી રહે. રાજપીપળા શાકમાર્કેટ કસ્બાવાડ તા.નાંદોદ જી.નર્મદા., અમજદભાઇ ગુલામભાઈ મંસુરી રહે, રતનપોર નિશાળ ફળીયું તા.ઝઘડીયા અને ઇકબાલભાઇ રહીમભાઈ સિંધી રહે. વેલુગામ નવીનગરી તા.ઝઘડીયાની ધરપકડ કરી હતી.પોલીસે તેઓ પાસેથી રૂ.3.96 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.