-
આમોદના ભીમપુરા ગામ નજીકથી પસાર થતી કેનાલ
-
નર્મદા નહેર નીગમની કેનાલમાં મસમોટું ભંગાણ સર્જાયુ
-
કેનાલનું તકલાદી સમારકામ કરવામાં આવ્યું છે : ખેડૂત
-
ઉભા પાકમાં નુકશાનની ભીતિ સાથે ખેડૂતો ચિંતાતુર બન્યા
-
વહેલી તકે કેનાલનું યોગ્ય સમારકામ થાય તેવી માંગ ઉઠી
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા નહેર નીગમની કેનાલમાં મસમોટું ભંગાણ સર્જાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલમાં ઠેર ઠેર તોતિંગ ગાબડાંઓ પડ્યા છે. અંદાજિત 2 મહિના પહેલા જ નર્મદા નહેર નિગમના કોન્ટ્રાકટર દ્વારા જ્યાં ગાબડાં પડ્યા છે, તે જગ્યા પર તકલાદી સમારકામ કરવામાં આવ્યું હોવાની લોકચર્ચા જાગી છે.
લોકોના આક્ષેપ મુજબ કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચાર સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, ખેડૂતની જીવાદોરી સમાન આ કેનાલનું યોગ્ય રીતે સમારકામ નહીં થાય તો શિયાળુ પાકમાં ભારે નુકશાન વેઠવાનો વારો આવશે. એટલું જ નહીં, ખેતરો પણ પાણી પાણી થઈ જશે જેથી ઉભો પાક નિષ્ફળ જવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે.