-
રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિરનું આયોજન
-
જાયન્ટ્સ ગ્રુપ તેમજ JCI દ્વારા રક્તદાન શિબિર યોજાય
-
રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખે પણ કર્યું રક્તદાન
-
પ્રમુખ રશ્મિકાંત કંસારાએ 117મી વખત રક્તદાન કર્યું
-
રક્તદાન શિબિર મોટી સંખ્યામાં રક્તદાતાઓની હાજરી
-
રક્તદાન એ જ મહાદાન ઉક્તિને સાર્થક કરી બતાવાય
ભરૂચ શહેરના સેવાશ્રમ હોસ્પિટલ પરિસર સ્થિત રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તેમજ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારાએ 117મી વખત રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે સામાજિક સંસ્થાના આગેવાન મુણાલ કાપડિયા, ત્રાપ્તિ રાઠોડ સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉપસ્થિત રહી “રક્તદાન એ જ મહાદાન” ઉક્તિને સાર્થક કરી હતી.