અંકલેશ્વર: કડકિયા કોલેજ નજીક રોડ પર પાર્ક કનેટર સાથે બાઈક ભટકાય, બાઈક સવાર પોલીસકર્મીનું મોત

અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર કડકિયા કોલેજ નજીક રોડ પર જ પાર્ક કરેલા કન્ટેનર સાથે બાઈક ભટકાતા બાઈક સવાર પોલીસકર્મીનું કરુણ મોત નિપજ્યું.....

New Update
  • અંકલેશ્વર હાંસોટ રોડનો બનાવ

  • કડકિયા કોલેજ નજીક અકસ્માત

  • રોડ પર પાર્ક કન્ટેનર સાથે બાઈક ભટકાય

  • બાઈક સવાર પોલીસ કર્મીનું મોત

  • મૃતક પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર અપાયું

 અંકલેશ્વર ડીવાયએસપી કચેરી ખાતે ફરજ બજાવતા મૂળ બોટાદ જિલ્લાના કુંડલી ગામના અને હાલ અંકલેશ્વરની પોલીસ લાઈનમાં રહેતા 36 વર્ષીય જયદેવસિંહ ડાભી બાઈક લઈને હાંસોટ તરફથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા દરમ્યાન કડકિયા કોલેજ નજીક માર્ગ પર જ પાર્ક કરેલ કન્ટેનર સાથે બાઈક ધડાકાભેર ભટકાય હતી જેમાં પોલીસકર્મીને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. 
અકસ્માતની જાણ થતા એ ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ તરફ મૃતક જયદેવસિંહ ડાભીના મૃતદેહને પોતાના વતન બોટાદ લઇ જવાતા પોલીસકર્મીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સન્માન આપવામાં આવ્યું હતું.
Latest Stories