New Update
ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણી
ભાજપે કરી લાલ આંખ
પક્ષ સામે કર્યો હતો બળવો
6 સભ્યોને ભાજપે કર્યા સસ્પેન્ડ
અરૂણસિંહ રણાને મોટો ફટકો
ભરૂચની દૂધધારા ડેરીમાં પક્ષના મેરિટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર છ લોકોને ભાજપે સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી છે.ધારાસભ્ય અરૂણસિંહ રણાને મોટો ફટકો પડ્યો છે.ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ અરૂણસિંહ રાણાની પેનલના ૬ ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.
સસ્પેન્ડ થનાર ઉમેદવારોમાં અરુણસિંહની પેનલના ચેરમેન પદના ઉમેદવાર મનાતા જીગ્નેશ પટેલ અને પૂર્વ ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ થાય છે.આ ઉપરાંત હાંસોટ તાલુકાના ધમરાડ ગામના વિનોદ પટેલ , જંબુસરના નટવરસિંહ પરમાર અને જગદીશ પટેલ અને હેમેન્દ્ર રાજને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. તમામ ૬ નેતાઓને ભાજપાન સક્રિય સભ્ય અને પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા છે.નર્મદા જિલ્લામાં પણ ગણતરીના સમયમાં સસ્પેન્સનના ઓર્ડર બળવાખોરો સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે 15 બેઠકો પૈકી 12 બેઠક માટે ઘનશ્યામ પટેલની અને 3 બેઠક માટે અરૂણસિંહ રણાની પેનલને મેન્ડેટ આપ્યો હતો.મેન્ડેટમાં નામ ન હોવા છતાં અરૂણસિંહ રણાની પેનલમાંથી 12 લોકોએ અપક્ષ ઉમેદવારી કરી છે.દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના નર્મદા જિલ્લા પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સામસામે છે.
Latest Stories