દિલ્હી ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીતથી ભરૂચના કાર્યકરોમાં ઉત્સાહ, ફટાકડા ફોડી વિજયોત્સવની ઉજવણી કરાય...

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રંચડ વિજય થતાં ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રંચડ વિજય

  • ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરાય

  • કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરી

  • ધારાસભ્ય સહિત આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિ

  • દિલ્હીના પરિણામોએ સ્થાનિક નેતૃત્વને મજબૂત બનાવ્યું

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રંચડ વિજય થતાં ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલા કારમા પરાજયના કારણે ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો સહિત કાર્યકરોમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાર્ટીના નેતાઓનું માનવું છે કેજે રીતે દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીને નકારી છેતે જ રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ AAPના ધારાસભ્યોને મતદારો નકારશે. દિલ્હીના પરિણામોએ સ્થાનિક નેતૃત્વને વધુ મજબૂત બનાવ્યું છેઅને આગામી ચૂંટણીઓ માટે પાર્ટીની રણનીતિને વેગ આપ્યો છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રંચડ વિજય થતાં ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીજિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલધર્મેશ મિસ્ત્રીસંગઠનના હોદ્દેદારોઆગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories