New Update
/connect-gujarat/media/media_files/2025/05/29/yyil9l0N6dJ2pVDgX8Un.jpg)
ભરૂચ જિલ્લા આરોગ્ય શાખા તથા આયુષ બ્લડ બેંકના સૌજન્યથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝનોર ખાતે રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના ઝનોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભરૂચ જિલ્લા આરોગ્ય શાખા તથા આયુષ બ્લડ બેંકના સૌજન્યથી રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એસ. દુલેરા, જિલ્લા ક્ષય અધિકારી ડો. વાય.એમ.માસ્ટર, તાલુકા હેલ્થ ઓફીસર ડો. સુનીલભાઈની ઉપસ્થિતીમાં દિપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબીરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં કુલ 75 જેટલા રક્તદાતાઓનું રજીસ્ટ્રેશન થયું હતું, અને 74 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/05/29/KGeAlzIDbnKx91uvUXBT.jpg)
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા રક્તદાન વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, અને વધુમાં વધુ લોકો આ કેમ્પમાં રક્તદાન કરે તેવી અપીલ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ઝનોરના મેડિકલ ઓફિસર ડો. અનામિકા વસાવા, આયુષ મેડિકલ ઓફિસર ડો. ફરહીન બલુચી તેમજ આરોગ્ય વિભાગના વિવિધ કર્મચારીઓ જેવા કે, ફાર્માસિસ્ટ, MPHW, FHW, CHO, સ્ટાફ નર્સ, આશા અને આશા ફેસિલિટેટર બહેનો તેમજ અન્ય તમામ સ્ટાફએ ખૂબ જહેમત ઉઠાવી રક્તદાન શિબિરને સફળ બનાવી હતી. તાલુકા હેલ્થ સુપરવાઈઝર ગૌરવ ભાટિયા દ્વારા સફળ આયોજન માટે કામગીરીમાં સહભાગી થનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. લોકોનો અદમ્ય ઉત્સાહ જોતા સદર બ્લડ ડોનેશન કેમ્પ ખૂબ જ સફળ રહ્યો હતો.
Latest Stories