ભરૂચ : નેત્રંગ ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસને અનુલક્ષીને રક્તદાન શિબિર યોજાય...

નેત્રંગ ગામના જલારામ મંદિર હોલ ખાતે ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસને અનુલક્ષીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

New Update
Blood donation

ભરૂચ જિલ્લાના નેત્રંગ ગામમાં આવેલ ગાંધી બજાર વિસ્તારના જલારામ મંદિર હોલ ખાતે ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસને અનુલક્ષીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ભારતીય જનતા યુવા મોરચા-ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય એક્તા અને અખંડિતતા પર્યાયભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસને અનુલક્ષીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છેત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલના માર્ગદર્શન હેઠળ નેત્રંગ તાલુકામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Blood donation Camp

આ રક્તદાન શિબિરમાં 32 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. સમગ્ર રક્તદાન શિબિરનું સંચાલન જિલ્લા સોશિયલ મીડિયા વિભાગના કારોબારી સભ્ય બ્રિજેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા તેમજ તાલુકા સંગઠનના હોદ્દેદારોગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉપસ્થિત રહ્યા હતા.