New Update
/connect-gujarat/media/media_files/2024/10/26/cwoExIcCJjxUyXTiXoyx.jpg)
ભરૂચ એલસીબીએ અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર મોદી નગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હાંસોટ રોડ ઉપર આવેલ મોદી નગરમાં પ્રકાશ ઉર્ફે મુસો ઠાકોરલાલ મોદી અને પદ્માબેન રમેશ છોટાલાલ મોદી પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે.
જેવી બાતમીના આધારે પોલીસે બંને સ્થળે દરોડા પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 60 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 25 હજારનો દારૂ અને ફોન મળી કુલ 27 હજારના મુદ્દામાલ સાથે પદ્માબેન મોદી અને પ્રકાશ મોદીને ઝડપી પાડ્યો હતો.જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર જી.આઈ.ડી.સી.ના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.