New Update
ભરૂચના જુદા જુદા પોલીસ ડિવિઝન અને રેલવે પોલીસમાં ઝડપાયેલા વિદેશી શરાબની બોટલો પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.
ભરૂચ ડીવીઝન અને રેલવે પોલીસ મથક દ્વારા કરવામાં આવેલા પ્રોહિબિશનના ગુનાઓમાં વર્ષ દરમિયાન પકડાયેલા રૂપિયા 3.25 કરોડના દારૂનો નાશ પોલીસ દ્વારા કરાયો હતો.જેમાં પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.ભરૂચ ડિવિઝન હેઠળ આવતા એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન,તાલુકા પોલીસ મથક,પાલેજ પોલીસ મથક, નબીપુર પોલીસ અને ભરૂચ રેલવે પોલીસે વર્ષ દરમિયાન 384 જેટલા ગુનાઓ વિદેશી દારૂના દર્જ થયા હતા,અને કુલ 2 લાખ 45 હજાર વિદેશી દારૂની બોટલો કુલ કિંમત રૂપિયા 3.25 કરોડનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો.આ દારૂના નાશ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી આપતા ભરૂચ DYSP સી.કે.પટેલ, એસ.ડી.એમ. મનીષા માનાણી સહિત દરેક પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈની હાજરીમાં ભરૂચ શહેરમાં બંધ પડેલી વિડીયોકોન કંપનીમાં દારૂ નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પકડાયેલા દારૂની બોટલો પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.
Latest Stories