અંકલેશ્વરની રામવાટીકા સોસાયટીના બંધ મકાનમાં ચોરી,રૂ.3.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ચોર ફરાર

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ ડી-માર્ટ પાછળની રામ વાટીકા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 75 હજાર અને સોનાના ઘરેણા મળી કુલ 3.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

New Update
a

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ ડી-માર્ટ પાછળની રામ વાટીકા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 75 હજાર અને સોનાના ઘરેણા મળી કુલ 3.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

Advertisment

મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ ડી-માર્ટ પાછળની રામ વાટીકા સોસાયટીમાં રહેતા પવનસિંઘ ઉમેશસિંઘ રાજપૂત ઘરને તાળુ મારી ફેમિલી સાથે ગત તારીખ-૨૮મી ડિસેમ્બરથી બે દિવસ સુરતના અમરોલી ખાતે રહેતા માતા-પિતાના ઘરે ગયા હતા.તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો.અને મકાનમાં રહેલ સોનાના ઘરેણા અને રોકડા 75 હજાર મળી કુલ 3.16 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisment