New Update
/connect-gujarat/media/media_files/2025/10/11/car-accident-2025-10-11-19-15-32.jpg)
ભરૂચના વાલિયા-ઝઘડિયા માર્ગ ઉપર નીલકંઠ સોસાયટી પાસે ઇક્કો સહિત 3થી વધુ વાહનોને ટક્કર મારી ફરાર થતા કાર ચાલકને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/10/11/car-accident-2025-10-11-19-14-32.png)
ભરૂચની ઝઘડિયા જી.આઈ.ડી.સી.તરફથી એક કાર ચાલક પૂરપાટ ઝડપે વાલિયા બાજુ આવી રહ્યો હતો.તે દરમિયાન નીલકંઠ સોસાયટી પાસે ઇક્કો સહિત ત્રણથી વધુ વાહનોને અડફેટે લઈ ફરાર થઇ રહ્યો હતો.જે કાર ચાલકને વાલિયા ગામની તાલુકા પ્રાથમિક શાળા પાસે લોક ટોળાએ પકડી પાડી તેને પોલીસને હવાલે કર્યો હતો.આ અકસ્માતમાં કોઈને પણ ઇજાઓ પહોંચી ન હતી પરંતુ વાહનોને નુકશાન થવા પામ્યું હતું.
Latest Stories