New Update
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને દેશના વીર સૈનિકો માટે રાખડી બનાવી હતી. અને સૈનિકોના બલિદાન અને તેમની સેવા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ સ્કૂલના ઇન્ચાર્જ બિનુ મલિકના માર્ગદર્શન અને પ્રેરણાથી શાળાના શિક્ષકો અને પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકોએ રંગબેરંગી રાખડી તૈયાર કરી હતી,ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમને અખંડ રાખતા રક્ષાબંધન પર્વ પ્રસંગે દેશના વીર સૈનિકોની રક્ષા માટે આ શાળાએ સ્તુત્ય પ્રયાસ કર્યો છે.શાળાના શિક્ષકો અને બાળકોએ મળીને 450 રાખડી તૈયાર કરી હતી,જે દેશના બહાદુર સૈનિકોને મોકલવામાં આવી હતી. ભારતીય સૈનિકોની નિઃસ્વાર્થ સેવા, વીરતા, બલિદાન અને તેમના પરિવાર માટે સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ સ્કૂલ દ્વારા આ રાખડી તૈયાર કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી,અને શાળાના બાળકોમાં દેશ પ્રેમની ભાવના ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Latest Stories