ભરૂચ: આમોદ પોલીસ સ્ટેશન નજીક જ ટોળા વચ્ચે મારામારી, પોલીસ પહોંચે તે પહેલા જ તોફાનીઓ ફરાર

ભરૂચ જિલ્લાના આમોદમાં પોલીસ મથકથી નજીકના વિસ્તારમાં જ કેટલાક અસામાજિક તત્વોના ટોળા વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા,

New Update
amod

ભરૂચ જિલ્લાના આમોદમાં પોલીસ મથકથી નજીકના વિસ્તારમાં જ કેટલાક અસામાજિક તત્વોના ટોળા વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસ ઘટના સ્થળ પર પહોંચે ત્યાર પહેલા જ તોફાનીઓ ફરાર થઇ ગયા હતા.

ભરૂચ જિલ્લાના આમોદમાં શ્રાવણના છેલ્લાં શનિવારે હઠીલા હનુમાનજી નો નાહીયેરમાં મેળો ભરાયો હતો.જેમાં આસપાસના ગામના અનેક લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે આમોદમાં પેટ્રોલ પંપ પાસે અને આમોદ પોલીસ સ્ટેશનથી નજીક જ અસામાજિક તત્વોએ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર છૂટા હાથની મારામારી કરી હતી.અને તેનો વિડીયો પણ વાયરલ થયો હતો.અને પોલીસ પહોંચે ત્યાર પહેલા અસામાજીક તત્ત્વો ઘટના સ્થળ ઉપરથી ફરાર થઇ ગયા હતા.

આ ઘટના અંગે આમોદ પોલીસ દ્વારા ઘટનામાં જે વીડિયો વાયરલ થયો છે,તેના આધારે તોફાનીઓને દબોચી લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.

Latest Stories