New Update
/connect-gujarat/media/media_files/2025/11/16/bharuch-collector-2025-11-16-18-28-05.jpg)
મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision Programme) અન્વયે હાલમાં ગણતરી તબક્કો (Enumeration Phase) ચાલી રહ્યો છે. જે કાર્ય સમયસર અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના મતદાન મથકો પર તા. ૧૫ મી નવેમ્બર અને ૧૬ મી નવેમ્બર ૨૦૨૫ રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ કલાક સુધી વિશેષ કેમ્પો યોજવામાં આવ્યા હતા.
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ- 2026 અંતર્ગત - ૧૫૩ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ ભરુચ વિધાનસભામાં સમાવિષ્ટ બૂથ નંબર ૬૫,૬૬ અને બુથ નં-૭૮ ,ભરૂચ-૨૪ ઈકરા એજ્યુ સંકુલ રૂબરૂ મુલાકાત લઈ, BLO દ્વારા કરવામાં આવતી SIR-2026ની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે ભરૂચ જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં ERO અને AERO એ પણ જૂદા - જુદાં બૂથની વિઝિટ કરી હતી.
આ કેમ્પમાં ખાસ સધન સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ ની માહિતી આપવામાં આવી હતી. અને મતદારોએ ભરવાના થતા ગણતરી ફોર્મ્સ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
Latest Stories