New Update
અંકલેશ્વરમાં કરાયુ હતું આયોજન
ઉદ્યોગ મંડળ દ્વારા આયોજન
નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય હતી
ક્રિકેટ ટુર્નામેન્ટની કરાય પુર્ણાહુતી
આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઇડ એરીયા ઓથોરીટી આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઇડ એરીયા ઓથોરિટી દ્વારા પ્રતિવર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ AIA કપ 2026 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
પંદર દિવસ ચાલેલી ટુર્નામેન્ટની ફાઇનલ બે મેચ બુધવારે રાતે યોજાઈ હતી. જેમાં રેઈની લાયનને હરાવી ડેક્કન ફાઇનકેમ અને સ્મિત ઇલેવનને હરાવી ગુરૂકૃપા વોરિયર્સ વિજેતા બની હતી.
બન્ને વિજેતા ટીમોને ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, નોટીફાઇડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ, સોશ્યલ વેલફેર કમિટીના ચેરમેન ભુપેન્દ્ર પટેલ, જોઇન્ટ સેક્રેટરી ભરત પટેલ, ચંદુ અકબરી, કમલેશ પટેલ, સિકયુરિટી ચેરમેન ડેનિસ ભૂત, હિરેન ચોધરી, સંદીપ વિઠલાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિતમાં ટ્રોફી વિતરણ કરાઈ હતી.