અંકલેશ્વર: ખેતરમાંથી ડાંગરનો પાક બચાવી રસ્તા પર સુક્વ્યો, આજે વરસેલા વરસાદમાં એ પણ પલળી જતા ખેડૂતોની કફોડી હાલત !

ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધુ...

New Update
  • અંકલેશ્વર હંસોટમાં કમોસમી વરસાદનો કહેર

  • રસ્તા પર સુકવેલો ડાંગરનો પાક પલળી ગયો

  • અગાઉ ખેતરમાંથી રસ્તા પર સુકવાયો હતો પાક

  • ડાંગરના વેચાણ ભાવમાં ભારે ઘટાડો

  • ખેડૂતો કફોડી પરિસ્થિતિમાં

અંકલેશ્વર પંથકમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અગાઉ મીની વાવાઝોડા સાથે વરસેલ વરસાદના કારણે ખેડૂતોએ તેમનું ડાંગર જાહેર રસ્તા ઉપર સુકવ્યું હતું ત્યારે આજે ફરીવાર વરસેલ વરસાદમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોના માથે બેવડી આફત જોવા મળી રહી છે
અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં આવેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધુ હતું.ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢયો હતો અને રોડ પર સૂકવ્યો હતો. હાંસોટના કુડાદરા,પરવત અને અંકલેશ્વરના સિસોદ્રા તેમજ પંડવાઈ સહિતના ગામોમાં મુખ્યમાર્ગ પર ખેડૂતોએ ડાંગર તપાવવા મૂક્યું હતું પરંતુ આજે સવારે ફરીવાર વરસેલા કમોસમી વરસાદના કારણે રોડ પર સુકવેલો ડાંગરનો પાક પણ પલળી જતા વ્યાપક નુક્શાન થયું છે.
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલા ડાંગર નો પ્રતિ રૂ.500 હતો પરંતુ સતત બે વાર વરસાદ વરસતા હવે તેમાં 100 રૂપિયાનો ઘટાડો થઈને રૂ.400ની આસપાસ  વેપારીઓ તેઓને ભાવ આપી રહ્યા છે ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. સરકાર આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
ગત વર્ષે પણ મોડા વરસાદના કારણે ખેડૂતોએ ડાંગરના પાકમાં મોટું નુકસાન સહન કર્યું હતું. આ વર્ષે પણ ભરઉનાળે 2-2 વખત કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે ત્યારે ખોટ ખાઈને પણ ખેડૂતો તેમનો પાક વેચવા માટે મજબૂર બન્યા છે.
Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.