ભરૂચ: રાજ્યની લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગ, AVBP દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

author-image
By Connect Gujarat Desk
New Update

ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર  ગુજરાતના શૈક્ષણિક જગત માટે એ ખુબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે ત્યારે ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે, લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે અને કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિધાર્થીને આપવા આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે એ સહિતની માંગ કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ : વાલિયા લોકેશનની 108 ઇમરજન્સી ટીમની ઉત્કૃષ્ટ કામગીરી, દર્દીની રોકડ રકમ અને ATM કાર્ડ પરત કર્યા

ભરૂચના વાલિયાની 108 એમ્બ્યુલન્સ ટીમે તાકીદની સેવા સાથે પ્રામાણિકતાનો અનોખો દાખલો આપી પ્રશંસા મેળવી છે. તાજેતરમાં અંકલેશ્વર પાસે પ્રતીન ચોકડી નજીક

New Update
IMG-20250812-WA0253

ભરૂચના વાલિયાની 108 એમ્બ્યુલન્સ ટીમે તાકીદની સેવા સાથે પ્રામાણિકતાનો અનોખો દાખલો આપી પ્રશંસા મેળવી છે.

તાજેતરમાં અંકલેશ્વર પાસે પ્રતીન ચોકડી નજીક અકસ્માતનો કોલ મળતાં જ વાલિયા 108 લોકેશન પર ફરજ બજાવતા EMT નિલમ પટેલ અને પાયલોટ મોહનલાલ વસાવાએ વિલંબ કર્યા વિના જરૂરી તૈયારી કરી સ્થળ પર દોડી ગયા ત્યાં પહોંચીને તેમણે બેભાન હાલતમાં એક વ્યક્તિને તાત્કાલિક સારવાર આપી એમ્બ્યુલન્સ મારફતે ઝડપથી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. 
સારવાર દરમ્યાન દર્દી પાસે આશરે ₹10,860 રોકડ અને એટીએમ કાર્ડ મળ્યું હતી.જે અંગે ફરજ પરના સ્ટાફે તરત જ દર્દીના સગાંઓને જાણ કરી 12 ઑગસ્ટ 2025ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરથી આવેલા દર્દીના સગાઓને રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ પરત આપ્યા હતા. આ ઘટનાથી વાલિયા 2 લોકેશનની 108 એમ્બ્યુલન્સ ટીમે માત્ર સેવા જ નહીં, પણ પ્રામાણિકતાનો પણ ઉત્તમ સંદેશ આપ્યો છે.