નર્મદા જિલ્લા ખાતે PM નરેન્દ્ર મોદીનું થશે આગમન
PMના આગમન પૂર્વે તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ ખાતે બેઠક યોજી
5 જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચન
આવશ્યક સુવિધા, સુરક્ષા વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપ્યું
નર્મદા જિલ્લા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગમન પૂર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ ખાતે 5 જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 15 નવેમ્બર-2025’ના રોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારોહ તેમજ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આદિવાસી સમાજના વિશાળ જનસમૂહને સંબોધિત કરવા માટે પધારી રહ્યા છે. આ કાર્યક્રમનો હેતુ ભારતના ઇતિહાસ અને વિકાસમાં આદિવાસી સમુદાયોના યોગદાનને સન્માનિત કરવાનો છે.
PM મોદીની મુલાકાતને લઈ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ તડામાર શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચના GNFC સર્કિટ હાઉસ ખાતે ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ જિલ્લાના અધિકારીઓ તેમજ ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. તેઓએ કાર્યક્રમના આયોજન અને તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબંધિત વિભાગોને કાર્યક્રમ દરમિયાન આવશ્યક સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા અને લોકસભાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સંકલન સાથે કામગીરી કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.