ભરૂચ: વોર્ડ નંબર 9માં રૂ.1.36 કરોડના ખર્ચે વિકાસના કાર્યો નિર્માણ પામશે, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર 9માં રૂપિયા 1.36 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

New Update
Bharuch Nagarpalika
  • ભરૂચના વોર્ડ નંબર 9માં વિકાસના કાર્યો

  • વિવિધ કાર્યોની કામગીરીનું ખાતમુહૂર્ત

  • રૂ.1.36 કરોડનો ખર્ચ કરાશે

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • વરસાદી પાણીના નિકાલની ગટર બનાવાશે

ભરૂચમાં હાલ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર 9માં આવેલ ગોકુળ નગર તાડીયા વિસ્તારમાં રૂપિયા 66 લાખના ખર્ચે નિર્માણ પામનાર વરસાદી પાણીના નિકાલની આર.સી.સી. ગટરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વોર્ડ નંબર 9માં વિકાસના અન્ય રૂપિયા 1.36 કરોડના કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું.

Devlopment Works

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગર સેવાસદના પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, નગર સેવક દીપક મિસ્ત્રી, સતીશ મિસ્ત્રી સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.ગોકુલ નગર તાડિયા વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા હતી જેના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે નગર સેવાસદન દ્વારા હવે વરસાદી પાણીના નિકાલની ગટર બનાવવામાં આવશે જેનાથી સ્થાનિકોને રાહત મળશે.
Latest Stories