-
ભગવાન ઐયપ્પા શાસ્થા પ્રીતિની કરાઈ પૂજા
-
અંકલેશ્વર ભરૂચ તમિલ સમાજ દ્વારા કરાયું આયોજન
-
વર્ષના પ્રથમ રવિવારે યોજાય છે પૂજા
-
તમિલ સમાજના ભક્તો રહ્યા ઉપસ્થિત
-
ભક્તો ઐયપ્પાની પૂજાના રસથાળમાં બન્યા તરબોળ
અંકલેશ્વર ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા ઉમા ભવન વાડી ખાતે પારંપરિક ભગવાન ઐયપ્પા શાસ્થા પ્રીતિની વિશેષ પૂજાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા અંકલેશ્વર ખાતેની ઉમા ભવન વાડી ખાતે જાન્યુઆરી મહિનાના પ્રથમ રવિવારે પારંપરિક ભગવાન ઐયપ્પા શાસ્થા પ્રીતિની વિશેષ પૂજાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તમિલ સમાજના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભગવાન ઐયપ્પાની પૂજાનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.ભરૂચ જિલ્લામાં વસતા તમિલ સહિતના દક્ષિણ ભારત સમાજના અંદાજિત 400 પરિવારોએ પૂજાવિધિમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો,તેમજ પોતાની પારંપરિક પૂજાનું ભજનકીર્તન સાથે પૂજન કરીને ભગવાનની આરાધના કરી હતી.અને ભગવાન ઐયપ્પાની પૂજાના રસથાળમાં તરબોળ બન્યા હતા,આ પ્રસંગે દક્ષિણ ભારતના વિશેષ ભોજન પ્રસાદનો લ્હાવો પણ ભક્તોએ લીધો હતો.
ઐયપ્પા સ્વામી પૂજાએ એક પવિત્ર ધાર્મિક વિધિ છે,જે ભક્તો દ્વારા ભગવાન ઐયપ્પાને માન આપવા માટે કરવામાં આવે છે,ભક્તો દ્વારા સ્વાસ્થ્ય,સમૃદ્ધિ અને આધ્યાત્મિક સુખાકારી માટે તેમના આશીર્વાદ માંગે છે.પ્રાર્થના,અર્પણો અને ભક્તિ ગીતો દ્વારા ભક્તો તેમનો આદર વ્યક્ત કરે છે અને તેમની આધ્યાત્મિક યાત્રા પર દૈવી માર્ગદર્શન મેળવે છે.