ભરૂચ: જંબુસર તાલુકાના વેડચ ગામે ભાથીજી મહારાજના 890 જવારાનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરાયું

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે ભાથીજી દાદાના મંદિરે જવારાનુ મોટી સંખ્યામાં સ્થાપન કરવામાં આવ્યું હતું,

New Update

જંબુસરમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી 

વેડચ ગામે ભાથીજી મંદિરે કરાયું હતું જવારાનું વિસર્જન 

890 જેટલા જવારાનું કરાયું હતું સ્થાપન 

મોટી સંખ્યામાં ભક્તો વિસર્જન યાત્રામાં જોડાયા 

દશેરાના દિવસે ભક્તોએ કર્યું જવારાનું વિસર્જન 

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે ભાથીજી દાદાના મંદિરે જવારાનુ મોટી સંખ્યામાં સ્થાપન કરવામાં આવ્યું હતું,અને ભક્તો દ્વારા વાજતેગાજતે શોભાયાત્રા કાઢી મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલ ગામ તળાવમાં જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે ગોપ ચૌહાણ વગામાં 151 વર્ષ ઉપરાંતનું પૌરાણિક ભાથીજી દાદાનુ મંદિર આવેલ છે. વેડચ ગામની આજુબાજુનાં  ગ્રામજનો સહિત વડોદરા,સુરતના ભાવિક ભક્તો જવારાનું સ્થાપન કરવા માટે આસો સુદ બીજના રોજ આવે છે.વર્તમાન સમયમાં 890 જવારાની સ્થાપના કરવામાં આવી હતી.અને જવારાનું વિસર્જન કરવા માટે દશેરાના દિવસે ઉત્સાહ પૂર્વક ધામધૂમથી સંગીતના સથવારે વિસર્જન યાત્રા યોજાઈ હતી.અને મહાકાળી માતાના મંદિર પાસે આવેલ ગામ તળાવમાં જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાથીજી મહારાજના જવારાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.આ પ્રસંગે કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર,મંદિરના ટ્રસ્ટી અને માજી સરપંચ રણજીત  જાદવ,ડેપ્યુટી સરપંચ,મારુતિ મિત્ર મંડળ, ભાથીજી બાળમંડળ તથા સમસ્ત વેડચ ગ્રામજનોએ દર્શનનો  લ્હાવો લીધો હતો.
Latest Stories