અંકલેશ્વરની S.V.E.M સ્કૂલના પ્રાથમિક વિભાગ દ્વારા નવરાત્રી મહોત્સવ સાથે દશેરા પર્વની ઉજવણી કરાઈ

અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ સ્થિત S.V.E.M સ્કૂલના પ્રાથમિક વિભાગ દ્વારા નવરાત્રી સાથે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 

New Update

અંકલેશ્વર S.V.E.M સ્કૂલ દ્વારા દશેરા પર્વની ઉજવણી 

પ્રાથમિક વિભાગના ભૂલકાઓ ગરબે ઝૂમ્યા

શાળાના શિક્ષકો પણ ગરબે ઘૂમ્યા 

વિજયા દશમી પર્વની પણ કરાઈ ઉજવણી 

અહંકારી રાવણના પૂતળાનું પણ કરાયું દહન 

અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ સ્થિત S.V.E.M સ્કૂલના પ્રાથમિક વિભાગ દ્વારા નવરાત્રી સાથે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 
અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ સ્થિત S.V.E.M સ્કૂલના પ્રાથમિક વિભાગ દ્વારા દેવી માઁ દુર્ગાની આરતી સાથે નવરાત્રી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે બાળકોએ  વિવિધ કાર્યક્રમો જેમ કે ભાષણ, સ્વાગત નૃત્ય અને ગરબા પણ રજૂ કર્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ તેમના સુંદર અને રંગીન પરંપરાગત વસ્ત્રોમાં ગરબે ઘૂમ્યા હતા, અને શિક્ષકો પણ પરંપરાગત વસ્ત્રોમાં ગરબા ઝૂમ્યા હતા.નવરાત્રી સાથે અહંકારી રાવણના પુતળાનું દહન કરીને દશેરા ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ઇન્ચાર્જ હેડ શ્રીમતી બિનુ મલ્લિક અને શિક્ષકો, વિદ્યાર્થીઓએ ઉજવણીમાં ભરપૂર આનંદ કર્યો હતો.અને શાળા પરિવાર દ્વારા સૌને નવરાત્રી તેમજ દશેરા પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Latest Stories