અંકલેશ્વર: જીતાલી ગામે વકફ બોર્ડની જમીન વેચવા માટે ખોટા ડોક્યુમેન્ટ બનાવાયા, 9 આરોપીની  ધરપકડ

અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજુરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરનાર 9 આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા 

New Update

અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજુરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરનાર 9 આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા 

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વી.કે.ભુતીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બી ડિવિઝન પોલીસ મથકના વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજુરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ જીતાલી ગામમાં ફરી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીતાલી ગામના મોટુ ફળિયામાં રહેતો ઈકબાલ અહમદ મોહંમદ પટેલ,શાહજહાં અહમદ ઠસનજી ભાણા અને વસીમ અકરમ હનીફ મહમદ પટેલ,યુસુફ મહમદ અહમદ ઉમર તેમજ મહમદ અહમદ ઇસ્માઇલ ઉમર,નિલેશકુમાર બાલુભાઈ પટેલ,સલીમ સુલેમાન મોહંમદ રાવત,મહમદ અહમદ ઠસનજી પટેલ સહિત દિનેશ હરતીમલભાઈ પ્રેમચંદ જૈનને ઝડપી પાડ્યો હતો.
Latest Stories