New Update
/connect-gujarat/media/media_files/2025/11/24/netrang-police-2025-11-24-13-53-27.jpg)
ભરૂચના નેત્રંગ તાલુકામાં દુષ્કર્મના આક્ષેપો વચ્ચે સારવાર માટે વડોદરા ખસેડાયેલી 10 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે બાળકી સાથે નરેશ વસાવા નામના યુવકે ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ ફરિયાદના આધારે નેત્રંગ પોલીસે યુવક વિરુદ્ધ પોકસો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
પરંતુ પોલીસના નિવેદન મુજબ મેડિકલ ચેકઅપ દરમિયાન બાળકીના શરીર પર દુષ્કર્મ દર્શાવતા કોઈ ઇજાના નિશાન મળ્યા નથી. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક રિપોર્ટ અનુસાર બાળકીનું મોત બીમારીના કારણે થયું હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. બીજી તરફ પરિવારજનોએ ચોક્કસ તપાસની માંગણી કરી છે.
Latest Stories