New Update
ભરૂચના જંબુસરનો બનાવ
ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી કતાર
ખાતરના અપૂરતા જથ્થાના કારણે મુશ્કેલી
ધારાસભ્યની રજુઆત બાદ ખાતરનો થોડો જથ્થો આવ્યો
પ્રશ્નના નિરાકરણની ખેડૂતોની માંગ
ભરૂચનો જંબુસર તાલુકો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. જંબુસરના 80થી વધુ ગામોના ખેડૂતો ખેતીમાં કપાસ તુવેર તેમજ દિવેલાનું વાવેતર કરે છે. હાલમાં ખેતીલાયક વરસાદ થતાં કપાસના છોડને યુરિયા ખાતરની જરૂર પડે છે. તેનો વિકાસ જલ્દી થાય તે માટે પરંતુ ઘણા સમયથી જરૂરિયાત કરતા ઓછું ખાતર આવવાથી ખેડૂતોને મુશ્કેલી પડે છે અને પાકને નુકસાન થાય છે ત્યારે ખેડૂતોએ ખાતર ખરીદવા માટે લાંબી કતાર લગાવી દીધી હતી.
છેલ્લા 2 દિવસથી આ પરિસ્થિતિ સર્જાતા ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા ખાતરનો કેટલોક જથ્થો આવ્યો હતો જેનું ખેડૂતોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.આ તરફ જરૂરિયાત કરતા ઓછું ખાતર મળતા ખેડૂતોમાં કચવાટ જોવા મળ્યો હતો. હાલ એક એક ખેડૂત દીઠ 5 ગુણનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ખાતરની અપૂરતી આવકના કારણે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.
Latest Stories